ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે રંગ-કલા કૌશલ્ય ધારા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન
07/08/2025
Dharmendrasinhji Arts College Rajkot
શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ દ્વારા સપ્તધારા અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા અન્વયે તા. ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન રંગક્લા કૌશલ્ય ધારાના કોર્ડીનેટર ડૉ. તૃપ્તિ ગજેરા અને સભ્ય ડૉ. હર્ષિદા જગોદડીયા દ્વારા કરવામાં આવેલ. જેમાં આ કોલેજના કુલ અગિયાર વિભાગોમાંથી કુલ આઠ વિભાગ દ્વારા સ્પર્ધામાં ભાગ લીધેલ. આ સ્પર્ધામાં વિષય તરીકે શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શિવ મહિમા દર્શાવતા ચિત્રનું આલેખન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ. આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રીઓમાં અંગ્રેજી વિભાગનાં અધ્યાપક ડૉ. ઋષિરાજ વાઘેલા અને ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. અશ્વિન બારડની નિમણુક કરવામાં આવેલ. દરેક વિભાગના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધેલ તેમજ પોતાની રસ-રુચિ અને આંતરિક શક્તિઓ મુજબ સુંદર કલાકૃતિઓઓ તરીકે રંગોળીનું આલેખન કરેલ. આ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ, દ્વિતીય ક્રમે ગુજરાતી-અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને તૃતીય ક્રમે હિન્દી–અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયેલ છે. આ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિભાગના વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. પરેશ એન. રાવલ દ્વારા અભિનંદન પાઠવી પ્રોત્સાહન આપવામાં આવેલ છે.