કૉલેજ મેદાન સફાઈ - 2025
18/08/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટ
આજ રોજ તારીખ : 18/08/2025 અને સોમવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ – રાજકોટ ખાતે N.S.S. ( રાષ્ટ્રીય સેવા યોજના ) યોજનાના ભાગ રૂપે “કૉલેજ મેદાન સફાઈ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માત્ર કોલેજના સ્ટાફમિત્રો દ્વારા આ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં કૉલેજ મેદાનની સફાઈ, બેંચ – બાકડાની વ્યવસ્થિત ગોઠવણી, પાર્કિગ સફાઈ, કચરાનો નિકાલ, વગેરે જેવી કામગીરીનો સમાવેશ થાય છે. સમગ્ર સ્ટાફ – મિત્રોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.