79 – સ્વતંત્રતા દિવસ ઉજવણી - 2025
15/08/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટમાં N.C.C., N.S.S., સપ્તધારા તેમજ સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે 79 માં “સ્વતંત્રતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કૉલેજના વિદ્યાર્થીઓમાં દેશ – ભક્તિની ભાવના જાગૃત થાય અને ભારતના ભવ્ય સામાજિક, સાંસ્કૃતિક વારસાનું ગૌરવ થાય એ હેતુથી આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવેલ હતી. કૉલેજના વર્ગ – ૩ ના અધિકારી શ્રી મનોજભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. રાષ્ટગાન બાદ N.C.C. ના કેડેટ્સ દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવેલ હતું. અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ કૉલેજના વિધાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે, દેશ ભક્તિ ગીત, દેશ ભક્તિ કવિતા, દેશ – ભક્તિ સંદેશ વગેરેનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. હંસા ગુજરીયા દ્વારા કરવામાં આવેલ હતું. કૉલેજના સમગ્ર સ્ટાફમિત્રો તેમજ વિધાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.