માર્ગ સલામતી કાર્યક્રમ
12/08/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ – રૂમ નં. 17
આજ રોજ તારીખ 12/08/2025 અને મંગળવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ ખાતે N.S.S (રાષ્ટ્રીય સેવા યોજના) કાર્યક્રમના ભાગ રૂપે BISAG ના માધ્યમથી “માર્ગ સલામતી વિષયક કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ હતું. “ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એક્ટ, 2018” ના મુખ્ય ચાર આધાર સ્તંભ છે. એમાંનો એક સ્તંભ “EDUCATION & AWARENESS” અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયેલ હતું. રોડ અકસ્માત ઘટાડવા, ટ્રાફિકના નિયમોની જાણકારી તેમજ સુરક્ષિત પરિવહનના ઉદેશ્યથી ઉચ્ચ શિક્ષણની યુ – ટ્યુબ ચેનલના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના સ્ટાફ મિત્રો તેમજ વિધાર્થી ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો.