હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા - 2025
12/08/2025
બહુમાળી ભવનથી જયુબેલી બાગ, રાજકોટ
આજ રોજ તારીખ 12/08/2025 અને મંગળવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ ખાતે N.S.S (રાષ્ટ્રીય સેવા યોજના) કાર્યક્રમના ભાગ રૂપે “હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિધાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસનું જતન થાય એ હતો. સવારે 07 : 00 વાગ્યે બહુમાળી ભવનથી રેલી શરુ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ વિવિધ સરકારી કચેરીઓ, મુખ્ય માર્ગો થઇ જયુબેલી બાગ સુધી આ રેલીનું આયોજન થયેલું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થી ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો. હાથમાં તિરંગા લઇ અને “ભારત માતા કી જય” , “ વંદે માતરમ્” ના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું...