સંસ્કૃત સપ્તાહ – ૨૦૨૫
12/08/2025
Auditorium, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના સંસ્કૃત વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્કૃત સપ્તાહ – ૨૦૨૫નું આયોજન તા. ૦૬ ઓગસ્ટ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ દરમ્યાન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સપ્તાહનું અધ્યક્ષ સ્થાન ડો. હિતાર્થી અગ્રાવતે સંભાળ્યું, જ્યારે વિભાગના અધ્યાપકો ડો. જગત આર. તેરૈયા અને ડો. હંસા ગુજરિયાએ આયોજનમાં સક્રિય યોગદાન આપ્યું. દિવસ – ૧, ૦૬ ઓગસ્ટ ૨૦૨૫ કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત ગૌરવ યાત્રાથી થઈ, જે ન્યુ એરા સ્કૂલથી જીલ્લા પંચાયત ચોક સુધી યોજાઈ. આ યાત્રામાં સંસ્કૃત ભાષાનું ગૌરવ ઉજાગર કરતું ‘વલભી વિદ્યાપીઠ’ ટેબલો અને સંસ્કૃત ગરબા પ્રસ્તુતિ વિશેષ આકર્ષણ રહ્યાં. દિવસ – ૨, ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ આ દિવસે વિવિધ સર્જનાત્મક અને ભાષા આધારિત સ્પર્ધાઓ યોજાઈ, જેમ કે— ૧. રંગોળી સ્પર્ધા ૨. સંસ્કૃત સ્લોગન લેખન પ્રતિયોગિતા ૩. વકૃત્વ સ્પર્ધા ૪. મંત્ર સ્પર્ધા ૫. શ્લોકગાન સ્પર્ધા ૬. સ્તોત્રગાન સ્પર્ધા સ્પર્ધાઓમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ દિવસના નિર્ણાયકો રહ્યા ડો. મહેશ્વરી રવિયા, પ્રાધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ, આ કોલેજ અને ડો. શારદા રાઠોડ, સંસ્કૃત પ્રાધ્યાપક, સંસ્કૃત વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દિવસ – ૩ , ૦૮ ઓગસ્ટ ૨૦૨૫ આ દિવસે સંસ્કૃત ભાષા અને સાહિત્ય વિષયક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો જેમાં ડો. નેહલ જાની, પ્રાધ્યાપક, સરકારી વિનયન કોલેજ – જસદણ તેમજ શ્રી ઉત્તમ મારું, દિવ્યાંગ બાળક ઉપરાંત સંસ્કૃત સ્કોલર, બાલશ્રી એવોર્ડ વિજેતાનું વ્યાખ્યાન યોજાયું. વ્યાખ્યાન બાદ સંસ્કૃત પુસ્તક પ્રદર્શની તથા વર્ગખંડ સુશોભન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃતના શ્લોકો, ચિત્રો અને આલેખોથી વર્ગખંડને સુશોભિત કર્યા. આ રીતે સંસ્કૃત સપ્તાહ – ૨૦૨૫માં વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય પરંપરાનું ગૌરવ ઉજવાયું. કાર્યક્રમને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદે સંસ્કૃતપ્રેમની ભાવનાને નવી પ્રેરણા આપી.