Expert Talk of Dr. J.R.Teraiya
04/08/2025
M.V.M.Arts College - Rajkot
માતુશ્રી વીરબાઈ મહિલા આર્ટ્સ કોલેજ - રાજકોટ ખાતે તા. 04/08/2025 ના રોજ ઇનોવેશન ક્લબ અંતર્ગત "ઓરિએન્ટેશન" કાર્યક્રમનું આયોજન થયું, જે અંતર્ગત ધર્મેન્દ્ર સિંહજી કોલેજ રાજકોટ ના ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર અને સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો. જગત આર તેરૈયાએ વિદ્યાર્થીઓ સમક્ષ SAARATHI પ્રવૃત્તિઓ અને CAN - DO પ્રવૃત્તિઓ ની વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને નવીન વિચારો અને સર્જનાત્મકતાના વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી બહેનો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓ દ્વારા ઘણાં પ્રશ્નો પૂછવામાં આવ્યા અને મૌલિક વિચારોની ચર્ચા પણ થઈ. આ કાર્યક્રમની શરૂઆતમાં વક્તાશ્રીનું પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું તેમજ કોલેજના આચાર્યશ્રી ડો. જાડેજા મેડમ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું, કોલેજના ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડો. કૈલાશ પટેલ દ્વારા કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું તેમજ સંસ્કૃત વિષય ના પ્રાધ્યાપિકા ડો. જાગૃતિ મેડમ દ્વારા આભાર દર્શન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. આ "ઓરિએન્ટેશન" પ્રોગ્રામમાં કોલેજની ૧૫૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક અને ઉત્સાહવર્ધક સાબિત થયો. અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.