સ્ટડી વિઝીટનુ આયોજન
06/08/2025
સ્વામી વિવેકાનંદ કેન્દ્ર રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે એક સ્ટડી વિઝીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકોટના વિવેકાનંદ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને તેમના કાર્યો અને તેમના તત્વજ્ઞાન થી અવગત કરવામાં આવ્યા. તત્વજ્ઞાન વિભાગ માંથી કુલ 20 વિદ્યાર્થીઓ અને પ્રા. ભાવેશ કાછડીયા પ્રા. જયદીપ દેવમુરારી અને પ્રા. તૃપ્તિ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રમે સૌપ્રથમ વિદ્યાર્થીએ સ્વામી વિવેકાનંદના મંદિરની મુલાકાત લીધી ,ત્યાર પછી તેમની લાઈબ્રેરી ની મુલાકાત લીધી ત્યાર પછી વિવેકહોલમા પ્રદર્શનની વગેરેની મુલાકાત, ધ્યાન કેન્દ્રની પણ મુલાકાત લઈ અને અંતે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના સ્વામીશ્રી દ્વારા સ્વામી વિવેકાનંદ સેન્ટર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અવગત કરી, ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની યાત્રાની વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલી હતી. આમ તત્વજ્ઞાન વિભાગ દ્વારા યોજવામાં આવેલી વિઝીટ એકદમ સફળ રહેલી હતી.