ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના Next vision youth club દ્વારા વકૃત્વ અને ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
05/08/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ તારીખ ૫/૦૮/૨૦૨૫ના રોજ Next vision youth club દ્વારા 15 ઓગસ્ટ ના (૭૯ સ્વાતંત્ર્ય પર્વ) ના અનુંસંધાને વકૃત્વ અને ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ભારતીય પરંપરા મુજબ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે અમારી વચ્ચે ડો. પૂજા કોટક ઉપસ્થિત રહ્યા હતા. વકૃત્વ અને ગાયન સ્પર્ધા માટે મુખ્ય અતિથી ડૉ.પૂજા કોટક તથા સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. જગત તેરૈયા અને હિન્દી વિભાગના અધ્યાપક ડૉ. કિરણ ડોડીયા નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા .ત્યારબાદ વકૃત્વ અને ગાયન સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી જેમાં કુલ 17 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. પછી સેમેસ્ટર 1 માં પ્રથમ ,દ્વિતીય ,તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેઓનુ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. પુંજાણી સાહેબ, ડૉ.જગત તેરૈયા અને ડૉ. કિરણ ડોડીયા દ્વારા કાર્યક્રમ અનુરૂપ વિદ્યાર્થીઓને ઉદબોધન આપવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ ડો.પૂજા કોટક દ્વારા બધા જ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભગવત ગીતા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક ઝાલા અપેક્ષાબા, દ્વિતીય ક્રમાંક અકોલા રૂદ્ર અને તૃતીય ક્રમાંક હાલેપોતરા આફતાબ અને ગાયન સ્પર્ધામાં પ્રથમ નાંદોલિયા પાયલ, દ્વિતીય ઝાલા અપેક્ષાબા અને તૃતીય ક્રમ ગઢવી લક્ષ્મીએ પ્રાપ્ત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધિ કાગડીયા રોહિતે કરી હતી આ કાર્યક્રમનું સંચાલન જોષી હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડૉ. ધર્મેશ પરમાર, ડૉ. કિરણ વાડોદરિયા, મનીષાબેન દેવળિયા, ડૉ. કાળુભાઈ ગરાસીયા, તથા સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નીરવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષયના 75 વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આ ક્લબના સમગ્ર કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિભાગના વિદ્યાર્થીઓએ Next Vision Youth Club ના કોઓર્ડીનેટર ડૉ. ધર્મેશ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપાડી હતી