Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

“રાષ્ટ્રીય સેવા યોજના” અતર્ગત - ORIANTATION PROGRAM

04/08/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ – ઓડીટોરીયમ હોલ

આજ રોજ તારીખ 04/08/2025 અને સોમવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ ખાતે “રાષ્ટ્રીય સેવા યોજના” અતર્ગત વિધાર્થીને “રાષ્ટ્રીય સેવા યોજના” વિશે માહિતી પ્રાપ્ત થાય તેમજ તેમનું મહત્વ અને ઉદેશ્ય સમજાય એ હેતુથી “ORIANTATION PROGRAM” નું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગાન અને દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રી ડૉ .પરેશ એન. રાવલ દ્વારા વિદ્યાર્થીઓને N.S.S ની વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. ત્યાર બાદ N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિરવ ઠાકર દ્વારા “NOT ME BUT YOU” - N.S.S સ્લોગન, રેગ્યુલર પ્રવૃતિઓ, ONE DAY CAMP, વાર્ષિક શિબિર વિષે વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિરવ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનવવા માટે કૉલેજના સર્વે અધ્યાપકોએ તેમજ N.S.S સ્વયં સેવકોએ ભારે જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.