Educational Tour of Philosophy Department
25/07/2025
Mahatma Gandhi Museum- Rajkot
તારીખ 24/07/2025 ના રોજ તત્વજ્ઞાન વિભાગ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજનાં વિદ્યાર્થીઓનો એક શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. આ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓને રાજકોટ ખાતેના મહાત્માગાંધી મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાતે લઇ જવાયા. આ શૈક્ષણિક પ્રવાસમાં તત્વજ્ઞાન વિભાગના ત્રણેય વર્ષના મળીને કુલ 24 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર તેમના કાર્યો અને આઝાદી પહેલા અને આઝાદી પછી થયેલા આંદોલનો વિશે, મહાત્મા ગાંધીજીના સત્ય અહિંસા આદિ સનાતન સત્ય વિશે વિદ્યાર્થીઓએ વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી. તત્વજ્ઞાન વિભાગના સિલેબસ પ્રમાણે મહાત્ત્મા ગાંધીના નૈતિક ચિંતન (એકાદશ વ્રત) રાજનૈતિક ચિંતન (સત્યાગ્રહ ) આર્થિક ચિંતન (શ્રમનું મહત્વ,ટ્રસ્ટીશીપ ) સામાજિક ચિંતન (અસ્પૃશ્યતા નિવારણ) સર્વોદયનો ખ્યાલ તેમજ 'મારું કાર્ય એજ મારો સંદેશ' આ વાક્યને ચરિતાર્થ કરતા દર્શનનો વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપક્શ્રીઓ દ્વારા અનુભવ કર્યો. તત્વજ્ઞાન વિભાગના ડો. ભાવેશ બી કાછડિયા તેમજ પ્રાધ્યાપિકા ડો. તૃપ્તિ એમ. ગજેરા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આમ આ શૈક્ષણિક પ્રવાસ ખૂબ જ જ્ઞાનપ્રદ અને આનંદદાયક સફળ રહ્યો હતો.