મહાત્માગાંધી મ્યુઝિયમ - રાજકોટની શૈક્ષણિક મુલાકાત
24/07/2025
Educational Tour
તારીખ 24/07/2025 ના રોજ સંસ્કૃત વિભાગ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજનાં વિદ્યાર્થીઓનો એક શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. આ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓને રાજકોટ ખાતેના મહાત્માગાંધી મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાતે લઇ જવાયા. આ શૈક્ષણિક પ્રવાસમાં સંસ્કૃત વિભાગના ત્રણેય વર્ષના મળીને કુલ 25 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર તેમના કાર્યો અને આઝાદી પહેલા અને આઝાદી પછી થયેલા આંદોલનો વિશે, મહાત્મા ગાંધીજીના સત્ય અહિંસા આદિ સનાતન સત્ય વિશે વિદ્યાર્થીઓએ વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી. સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપિકા ડો. હંસા ગુજરીયા તેમજ ડો. જગત તેરૈયા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આમ આ શૈક્ષણિક પ્રવાસ ખૂબ જ જ્ઞાનપ્રદ અને આનંદ દાયક સફળ રહ્યો હતો.