ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે ઈશ્વરીયા પાર્ક ખાતે એક દિવસનો પરિચય પ્રવાસ
19/07/2025
ઈશ્વરીયા પાર્ક
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ઈશ્વરીયા પાર્ક ખાતે એક દિવસના પરિચય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬ માં નવો પ્રવેશ મેળવવી આવેલ પ્રથમ સેમેસ્ટરના વિધાર્થીઓ પોતાના વિભાગથી પરીચીત થાય અને પોતાના વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવે તેવા હેતુસર આ એક દિવસના પ્રવાસનું સમગ્ર આયોજન સેમ. ૫ અને ૩ ના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ઇશ્વરીયા પાર્ક ખાતે આ પરિચય પ્રવાસમાં વિદ્યાર્થીઓનું ખુબજ સુંદર આયોજન અને એકબીજા સાથેનું સંકલન જોઈ અને વિભાગના અધ્યક્ષ પ્રો.અશ્વિન પુંજાણી સાહેબે વિદ્યાર્થીઓના આવા આયોજન બદલ તેમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા સાથે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના તમામ અધ્યાપકો ઉપરાત કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નીરવ ઠાકર અને હિન્દી વિષયના પ્રાધ્યાપક ડૉ. કિરણબેન ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ હતી. ઇશ્વરીયા પાર્ક ખાતે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ કર્યો અને સાથે સમુહ ભોજનની પણ લિજ્જત માણી હતી