Innovation Club Orientation Program 2025-26
23/07/2025
Auditorium, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે તા. 23/07/2025 ના રોજ "ઈનોવેશન ક્લબ ઓરિએન્ટેશન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત दीप પ્રજ્વલન અને મહેમાનોના સ્વાગત દ્વારા કરવામાં આવી હતી. વિશેષ ઉપસ્થિતિ તથા માર્ગદર્શન માટે નીચેના ગણમાન્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી. ડો. ભાવેશ કાછડીયા, ડો. હર્ષિદા જગોદડિયા, ડો. હંસા ગુજરીયા, ડો. ઋષિરાજ વાઘેલા, ડો. કેતન બુહા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડો. જે.આર. તેરૈયા, કો-ઓર્ડિનેટર - ઈનોવેશન ક્લબ, ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઈનોવેશન ક્લબની પ્રવૃત્તિઓ, ધ્યેયો તથા ભવિષ્યના આયોજન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેઓએ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિના વિકાસ માટે આવા ક્લબો કેટલાં ઉપયોગી બની શકે છે, તેની પ્રેરણાદાયી માહિતી આપી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સંભળીને ઉત્તમ પ્રતિસાદ આપ્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નવિનતા તરફ ઉલ્લાસભેર દિશામાન કરાયા હતા અને સંસ્થાની અભ્યાસગત પ્રવૃત્તિઓ સાથે તેમના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળી તેવો અનુભવ થયો.