MOU Activity and Expert Talk
22/07/2025
Auditorium, Dh. College - Rajkot
કોટક સાઇન્સ કોલેજ - રાજકોટ અને ભારતીય શિક્ષણ મંડળ, સૌરાષ્ટ્ર પ્રાંત - રાજકોટ મહાનગરના સંયુક્ત ઉપક્રમે "વ્યાસ પૂજન અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 માં ભારતીય જ્ઞાન પરંપરા" વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પારંપરિક રીતે વ્યાસ પૂજનથી થઈ, જેમાં ભારતની જ્ઞાન પરંપરાને સ્મરણ કરીને ગુરુશિષ્ય પરંપરાને સન્માન આપવામાં આવ્યું. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 દ્વારા ભારતના પૌરાણિક જ્ઞાન અને મૂલ્યોને આધુનિક શિક્ષણ પદ્ધતિમાં કેવી રીતે સંકલિત કરી શકાય તેના વિષય પર વિશેષ ચિંતન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા: ડૉ. જગત તેરૈયા, પ્રાધ્યાપક, ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ, રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જગત તેરૈયાએ ભારતીય જ્ઞાન પરંપરાના વૈભવશાળી ઈતિહાસ અને તેના આધારે બનેલી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ વિષે વિસ્તૃત વક્તવ્ય આપ્યું. તેમણે શિક્ષણને માત્ર પેશાવર તૈયારી સુધી સીમિત ન રાખીને તેને જીવન મૂલ્યો, સંસ્કૃતિ અને નૈતિકતા સાથે જોડવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. કાર્યક્રમની આભાર વિધિ ડો. મિલન કણસાગરા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે આયોજકોએ સૌને ધન્યવાદ આપી કાર્યક્રમને સફળ બનાવનાર તમામને શુભેચ્છા પાઠવી. કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન કોટક સાઇન્સ કોલેજ - રાજકોટ નાં પ્રાધ્યાપક ડો. મહેન્દ્રજી બોરિસાગર અને ભારતીય શિક્ષણ મંડળ, સૌરાષ્ટ્ર પ્રાંત - રાજકોટ નાં કાર્યકર્તા ડૉ. જલ્પા રાંક દ્વારા કરવામાં આવ્યું હતું.