Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

MOU with Kotak Science College - Rajkot

17/07/2025
Auditorium, Dh. College - Rajkot

વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૭ દરમ્યાન શૈક્ષણિક આદાન પ્રદાનનાં હેતુથી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ - રાજકોટ અને કોટક વિજ્ઞાન કૉલેજ - રાજકોટ વચ્ચે MOU સંપન્ન થયા. આ પ્રસંગે બંને કોલેજના કોલેજના આચાર્યશ્રી દ્વારા લેખિત દસ્તાવેજ ઉપર સહી કરવામાં આવી તેમજ બંને કોલેજના અધ્યાપકો સાથે વિસ્તૃત મંત્રણા અને વિચાર વિમર્શ કરી આગામી સમયમાં બંને કોલેજોના સંયુક્ત ઉપક્રમે વધુમાં વધુ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કાર્યક્રમો થાય તેવું આયોજન કરવામાં આવ્યું તેમજ બંને કોલેજોના અધ્યાપકોની હાજરીમાં મંચ ઉપર MOU નું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ - રાજકોટનાં અધ્યાપક ડો. જે.આર.તેરૈયા તેમજ ડો.બી.બી. કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા. કોટક વિજ્ઞાન કૉલેજ - રાજકોટ નાં અધ્યાપકો માંથી ડો. મહેન્દ્ર બોરીસાગરે અને ડો. મિલન કણસાગરા હાજર રહ્યા હતા.