Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ડો. જે.આર. તેરૈયાનું રાણાવાવ કૉલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું.

10/07/2025
Government Arts College - Ranavav

સરકારી વિનયન કૉલેજ - રાણાવાવ ખાતે ગુરુપૂર્ણિમાનાં દિવસે તા. 10/07/2025 નાં રોજ જ્ઞાનધારા અને સામુદાયિક સેવાધારા અંતર્ગત 'ગુરુપૂર્ણિમા તેમજ આપણો સાંસ્કૃતિક વારસો' વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું. આ વ્યાખ્યાન માટે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ - રાજકોટ, સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો. જે. આર. તેરૈયાને મુખ્ય વક્તા તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા, ડો. તેરૈયાએ આ દિવસે વિષયને અનુરૂપ પોતાનું વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમા તેમજ સાંસ્કૃતિક વારસાથી વિદ્યાર્થીઓને અભિમુખ કર્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. રાહુલ જોશી દ્વારા પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું હતું, કૉલેજના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ આ પ્રસંગે હાજર રહેલ તેમજ 100 થી વધુ વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનનો લાભ લીધેલ હતો. આમ આ કાર્યક્રમ સંપૂર્ણ પણે ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતો અને સાર્થક રહ્યો હતો.