કેમ્પસ પ્લેસમેન્ટ Sep -2024
30/09/2024
Auditorium Hall
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.30/09/2024 ના રોજ પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા તેમની આસપાસનાં વિસ્તારની નામાંકિત કમ્પનીઓ અને ઔધોગિક એકમોને આમંત્રણ મોકલાવેલ હતું., જેમાંથી 3 કંપની અને એકમો કેમ્પસ પ્લેસમેન્ટમાં પોતાની જરૂરીયાત મુજબના ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવા કોલેજમાં આવેલા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં વિવિધ વિષયના 35 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ :30 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ અને ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. જેમાંથી 25 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યું આપેલા હતા. બાકીના વિદ્યાર્થીઓ ઉમર મર્યાદામાં આવતા ના હોય ઇન્ટરવ્યુંઆપી શક્યા ન હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. હેમલ એમ વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા.ભાવેશ બી. કાછડીયા એ કર્યું હતું. તા: 30/09/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું હતું. ભૂગોળ ભવનના અધ્યાપક રીતેશ પટેલ દ્વારા સંચાલનની કામગીરી સાંભળી હતી. ત્યાર બાદ : 30/09/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ઈન્ટરવ્યું લેવા આવેલ મહાનુભાઓએ (રાજકોટ ડેરી (ગોપાલ ડેરી) માંથી વૈભવ ભટ્ટ અને તેના સાથી મિત્ર, MBA Global Enterprise માંથી A.D. Patel વતી નેહલ જાની અને તૃપ્તિ ગજેરા, BIOS વતી આસ્તિક પરમાર) પોતાની કંપનીઓ અંગે અને કામગીરી અંગે ટૂંકો પરિચય આપેલો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યું કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ડેરી (ગોપાલ ડેરી) માં કુલ ..34...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ....20.. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા. જેમાં MBA Global Enterprise માં કુલ ..16...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ .....00. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા. BIOS વતી આસ્તિક પરમાર સાંભળી હતી તેમજ Faith LAB અને Flipcart માંથી પણ તેમના પ્રતિનિધિ હાજર રહી શક્ય ના હતા ઉપરોક્ત કંપનીઓને હવે પછીના સમયમાં પ્લેસમેન્ટ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી ખાતરી આપેલી છે. જે પ્લેસમેન્ટ સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી, વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી ડો. રીતેશ પટેલ, ડો. જગત તેરૈયા ડો. ધર્મેશ પરમાર, તથા સેમ – 6 ના વિદ્યાર્થીઓએ સાંભળી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ હેમલ એમ વ્યાસ સાહેબના માર્ગદર્શનમાં અને ડૉ. ભાવેશ બી. કાછડીયાની અધ્યક્ષતામાં આયોજિત હતો.