ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા SSIP દ્વારા વિકસિત સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાન
09/10/2024
Auditorium Hall
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા તા. 09/10/2024 ના રોજ student startup and innovation policy પર એક દિવસીય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન દ્વારા કઈ રીતે પોતાના નવીનતમ વિચારોને વાણીજ્યમાં પરિવર્તિત કરી શકાય અને પોતાનો વ્યવસાય શરુ કરી શકાય. આ ઉદેશ્ય સાથે આ પરીચર્ચાનું આયોજન કરવામાં આવેલું હતું. સરકારશ્રીનો આ નવીનતમ ઉપક્રમ જેમાં વિદ્યાર્થીઓ જોબ માંગનાર નહિ પણ જોબ આપનાર બને એટલે student startup and innovation policy(SSIP). આ વિષય પર માર્ગદર્શન કોલેજ SSIP કોર્ડીનેટર ડો. ભાવેશ બી. કાછડિયા દ્વારા વિકસિત સપ્તાહ અંતર્ગત આપવામાં આવેલું હતું જેમણે વિદ્યાર્થીઓને ઇનોવેશનની આવશ્યકતા, ઉપદેયતા, કઈ રીતે ઇનોવેશન કરવું, કઈ રીતે પોતાનો વ્યવસાય શરુ કરી શકાય વગેરે વિષય પર વિષદ ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોતરી માટે અલગ જ વ્યવસ્થા કરી આ વિષય પર વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો . સમગ્ર કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના આચાર્યશ્રી હેમલબેન વ્યાસ ની મંજુરીથી તથા ડો. જીગ્નેશ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં SSIP કોર્ડીનેટર ડો. ભાવેશ બી. કાછડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલો હતો આ કાર્યક્રમને સસલ બનાવવા પ્રા. રીતેશ પટેલ, ડો.જગત તેરૈયા , ડો. તૃપ્તિ ગજેરા ,ડો. નેહલ જાની દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.