મહિલાસેલ BS9 કાર્યક્રમ (2024-2025)
06/03/2025
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના મહિલા સેલના ઉપક્રમે તા.05/03./2025ને બુધવારના રોજ સવારે 09:00 વાગ્યે ઓડીટોરિયમમાં BS9 T.V. ચેનલ દ્વારા મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય વિશે કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિશેષજ્ઞ તરીકે ડૉ.કર્તવી ભટ્ટ (સાઈકોલોજીસ્ટ અને થેરાપીસ્ટ), મિસ નિધિ ગઢવી (BS9 T.V. ચેનલ એન્કર), મિસ ગોપી વસરા (BS9 T.V. ચેનલ એન્કર), પ્રદીપ પાઠક અને રાજેશ જોશી પધારેલ. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.કર્તવી ભટ્ટે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા તથા તેના ઉપચાર વિશે વાત કરેલ. બાદમાં કૉલેજના આચાર્યશ્રી ડૉ.પી.એન.રાવલસાહેબે પ્રસંગોચિત્ત ઉદબોધન કરેલ. તો નિધિ ગઢવી (BS9 T.V. ચેનલ એન્કર)એ સામાજિકતા અને એના પ્રભાવ વિશે પ્રભાવક શૈલીમાં વાત કરી હતી. મિસ ગોપી વસરા (BS9 T.V. ચેનલ એન્કર)એ સ્ત્રી-પુરુષ સમાનતા અંગે સંદેશ પાઠવેલ. કાર્યક્રમની આભારવિધિ મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે કરેલ. આ તકે કૉલેજનો સમગ્ર સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ. કાર્યક્રમનું સુચારું સંચાલન મહિલા સેલના સહ-અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીએ કરેલ. આચાર્યશ્રીની સૂચના તથા માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે સ્ટાફમિત્રોની સહાયથી સફળતાપૂર્ણ રીતે પાર પાડેલ.