માતૃભાષા દિવસ સંદર્ભે વ્યાખ્યાન
21/02/2025
ડૉ. સુભાષ મહિલા આહિર કૉલેજ, પરાપીપળીયા, રાજકોટ
તારીખ 21 2 2025 ના રોજ માતૃભાષા દિવસ સંદર્ભે ડો. સુભાષ મહિલા આહિર કોલેજ, પરાપીપળીયા, રાજકોટ ખાતે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હંસાબેન બાલાભાઈગુજરીયાએ "માતૃભાષાની જાળવણી માટે આપણું ઉત્તરદાયિત્વ" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીની બહેનો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી અને માતૃભાષાની સુરક્ષા માટે, માતૃભાષાની જાળવણી માટે આપણે શું કરી શકીએ? આપણે શું કરવું જોઈએ? અને આપણું શું કર્તવ્ય છે, આપણું શું ઉત્તરદાયિત્વ છે તેના વિશે વ્યાખ્યાન આપેલ હતું.