વકતૃત્વ સ્પર્ધા: સપ્તધારા- જ્ઞાનધારા: 2024-2025
08/10/2024
Dharmendrasinhji Arts College, Rajkot
આજ રોજ તા. ૦૮/૧૦/૨૦૨૪ મંગળવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રતિભાગી બની પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સંપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડો. હેમલ એમ. વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી હિના પરમાર તથા ડો. કેતન બુહા દ્વારા થયું. કાર્યક્રમને સફળ બનાવવા સપ્તધારાના અધ્યક્ષ ડો. મહેશ્વરી રવિયા અને સહ- અધ્યક્ષ ડો. હંસાબેન ગુજરિયા સક્રિય રહ્યા. કાર્યક્રમ સુપેરે પૂર્ણ થયો. દરેક વિદ્યાર્થીઓએ ખુબ સરસ વક્તવ્ય રજુ કરેલ જેમાંથી નીચે પ્રમાણે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા. વિજેતા વિદ્યાર્થીઓના નામ : પ્રથમ: ચૌહાણ વિરલ યોગેશભાઈ (F.Y.B.A. Sanskrit) દ્વિતીય: આંકોલા રુદ્ર સુનીલકુમાર (F.Y.B.A. Political Science) તૃતીય: સોલંકી પીયુષ રમેશભાઈ (F.Y.B.A. Sanskrit)