નિબંધ સ્પર્ધા- વિકાસ સપ્તાહ: સપ્તધારા- જ્ઞાનધારા: 2024-25
11/10/2024
Dharmendrasinhji Arts College, Rajkor
વિકાસ સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધા Date. 11/10/2024 આજ રોજ તા. ૧૧/૧૦/૨૦૨૪ શુક્રવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રતિભાગી બની મહિલા સશક્તિકરણ પર નિબંધ થકી પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હતા. સંપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડો. હેમલ એમ. વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી હિના પરમાર તથા ડો. કેતન બુહા દ્વારા થયું. કાર્યક્રમને સફળ બનાવવા સપ્તધારાના અધ્યક્ષ ડો. મહેશ્વરી રવિયા અને સહ- અધ્યક્ષ ડો. હંસાબેન ગુજરિયા સક્રિય રહ્યા. કાર્યક્રમ સુપેરે પૂર્ણ થયો. દરેક વિદ્યાર્થીઓએ ખુબ સરસ લેખન કાર્ય કર્યું જેમાંથી નીચે પ્રમાણે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા. વિજેતા વિદ્યાર્થીઓના નામ : પ્રથમ: ગોહિલ ક્રિશ્ના દડુભાઈ (સેમ. ૧ ભૂગોળ) દ્વિતીય: ૧) ડોડીયા જાનકી મહેન્દ્રભાઈ (સેમ. ૧ મનોવિજ્ઞાન) ૨) બાલધિયા વર્ષા હિંમતભાઈ (સેમ. ૧ હિન્દી) તૃતીય: ૧) ખીમસુરીયા મનદીપ મહેન્દ્રભાઈ (સેમ.૧ અર્થશાસ્ત્ર) ૨) ગળચર વંશીકા પરબતભાઈ (સેમ. ૧ અંગ્રેજી)