Dr. J.R. Teraiya, Sanskrit Department Perfomed duty as a Judge at Syber Rakshak Natya Compitition
10/02/2025
Statistic Department, Saurashtra University - Rajkot
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાઇબર અપરાધને રોકવા માટે રાજ્યકક્ષાની સાયબર રક્ષક પ્રતિયોગિતાનું આયોજન થયું, જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તારીખ 10 અને 11 ફેબ્રુઆરી 2025 આ બે દિવસ આ પ્રતિયોગિતા યોજાઈ. આ પ્રતિયોગિતામા નિર્ણાયકની પેનલમાં રાજયસરકારના પ્રતિનિધી તરીકે કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલ વતી સંસ્કૃતવિભાગના પ્રાધ્યાપક ડો. જે.આર. તેરૈયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાઇબર પોલીસ સ્ટેશન, રાજકોટના PI શ્રી પટેલ સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NSS કો -ઓર્ડીનેટર ડો. ડોબરિયા સાહેબ, કમ્પ્યુટર વિભાગના પ્રાધ્યાપિકા ડો. નિધી દિવેચાએ નિર્ણાયકોની ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમના સંયોજક તરીકે માનવ અધિકાર ભવનના અધ્યક્ષ ડો. ભગીરથસિંહ માંજરીયાએ પોતાની જવાબદારી નિભાવી હતી. આ બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ની 60 થી કોલેજોએ પોતાના લઘુ નાટકો પ્રસ્તુત કર્યા હતા.