Department of Economics Seminar on “BUDGET 2025-26”
05/02/2025
Auditorium Dh College, Rajkot
તારીખ-05/02/2025 ને બુધવારના રોજ સવારે 09 થી 10:00 ના સમય દરમિયાન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.રાજેશ્રીબેન વાઝા અને અધ્યક્ષ ડો.હર્ષિદાબેન જગોદડિયા દ્વારા કોલેજના ઓડિટોરિયમ હોલમાં “BUDGET 2025-26” પર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.પરેશ એન. રાવલ સર દ્વારા બજેટ 2025-26 પરનું વ્યાખ્યાન આપવામાં આવેલ. ડો.રાજેશ્રીબેન વાઝા દ્વારા સેમીનાર વિષય સંદર્ભે સમગ્ર આયોજન અને તેની રૂપરેખાની માહિતી તેમજ શાબ્દિક સ્વાગત કાર્ય બાદ સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. મુખ્ય વક્તા આચાર્યશ્રી ડૉ.પરેશ એન. રાવલ સર દ્વારા બજેટ એટલે શું?, તેનું મહત્વ તેમજ બજેટ 2025-26 અંગેની ઊંડાણ પૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી જેમાં અગાઉના બજેટ અને વર્તમાન બજેટનો તુલનાત્મક અભ્યાસ, સમગ્ર અર્થતંત્ર અને સમાજ પર પડનારી હકારાત્મક-નકારાત્મક અસરો, કરવેરાના માળખામાં આવેલ પરિવર્તનની અસરો તેમજ બજેટના વિવિધ પાસાંઓની આવરી વિગતે ચર્ચા કરી વિદ્યાર્થીઓને તેમજ અધ્યાપકોને સંપૂર્ણ માહિતગાર કર્યા હતા. ત્યારબાદ વ્યાખ્યાનનાં અંતે વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોનાં ઉદ્દભવતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવેલ. અંતમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.હર્ષિદાબેન જગોદડિયા દ્વારા સેમીનારમાં ભાગ લેનાર સર્વેનો આભાર વ્યક્ત કાર્યો હતો.