NSS Special Camp 2024-25 Inauguration ceremony Date 25/01/2025
07/02/2025
Village – Sardhar, Ta. / Dist. Rajkot
NSS દવારા સમાજ ઉત્કર્ષ, જ્ઞાનમુલક તેમજ ગ્રામસંસ્કૃતિથી અભિમુખ એવા NSS ખાસ કેમ્પો (વાર્ષિક શિબિર) શિબિરાર્થીઓના સર્વાંગી વિકાસ અને ગ્રામોત્થાનનાં કાર્યમાં શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવતા હોય છે. એનએસએસ દ્વારા સમગ્ર વર્ષના અંતે આ ખાસ શિબિર યોજવામાં આવે છે. ઉપરોક્ત હેતુઓને ધ્યાનમાં લઇ કોલેજમાં કાર્યરત એન.એસ.એસ. યુનિટ તા. 25/01/2025 થી તા. 31/01/2025 સુધી ગામ – સરધાર, તા. રાજકોટ જિ. રાજકોટ ખાતે એન.એસ.એસ. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જન જાગૃતિ રેલીઓ, હળવી કસરતો, સફાઈ, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ગેરફાયદા સમજાવતા નાટકો, પ્રભાતફેરી, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણ જાગૃતિ, આયુર્વેદિક અવરનેસ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. NSS Special Camp 2024-25 ના પહેલા દિવસે તારીખ 25/01/2025 ની સવારે એનએસએસના યુનિટના 44 NSS Volunteers ને લઈને ગામ સરધાર ખાતે (શિબિરના સ્થળે) સરકારી બસ બાંધીને પહોંચવામાં હતા. સામાન તથા અન્ય વસ્તુઓ ગોઠવીને શિબિર ઉદઘાટન સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મહેમાન તરીકે સરપંચશ્રી પીન્ટુભાઇ ઢાંકેચા, મિતુલભાઈ (આચાર્યશ્રી આનંદ નગર પ્રાથમિક શાળા) શ્રી સરદ ગમઢા સર (આચાર્યશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા) પીઠવા સર, (આચાર્ય- જિ.એલ.,એસ. હાઇસ્કુલ, સરધારા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી ડો. પરેશ. એન. રાવલની સમારોહ અધ્યક્ષતામાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.