સમાજશાસ્ત્ર વિભાગ અને ભૂગોળ વિભાગ દ્વારા S.F.S. Edu Expo. ની મુલાકાત
04/02/2025
Race Course Ground - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે તા. ૦૪ /૦૨/૨૦૨૫ અને મંગળવારના રોજ સમાજશાસ્ત્ર વિભાગ અને ભૂગોળ વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ રાજકોટ રેસકોર્ષ ખાતે યોજાયેલ S.F.S. Edu Expo. ની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ વિવિધ યુનિવર્સિટીઓ અને તેમાં ચાલતા કોર્ષ વિશે વિગતે માહીતી મેળવી હતી. વિદ્યાર્થીઓ ભાવી કારકિર્દી અને અભ્યાસ માટેની ખુબ જ જરૂરી એવી વિગતો જાણવા મળી હતી. સમાજશાસ્ત્ર વિભાગમાંથી ડૉ. મહેશ્વરી રવિયા, ડૉ. નિરવ ઠાકર તથા ભૂગોળ વિભાગમાંથી ડૉ. શિરીષ ભારદ્વાજ, ડૉ. રિતેશ પટેલ, તથા પ્રાધ્યાપક જયેશ વાલાણી દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.