MoU Activity Department of Sanskrit
02/02/2025
શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર
વર્ષ 2022- 23 દરમ્યાન શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટ વચ્ચે શૈક્ષણિક આદાન પ્રદાન ના હેતુથી MoU સંપન્ન થયા જે અંતર્ગત આ વર્ષે શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન પોરબંદર ખાતે તા. 02 થી 04 ફેબ્રુઆરી 2025 દરમ્યાન આયોજિત ભાગવત ચિંતન શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અઘ્યાપક ડૉ. જગત તેરૈયા હાજર રહ્યા. આ MoU Activity અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા અત્યારના સમયના સંસ્કૃત જગતના વિદ્વાન સંસ્કૃત પ્રધ્યાપકો દ્વારા ભાગવત વિષયક વિવિધ વિષયો ઉપર પોતાના સંશોધનાત્મક વ્યાખ્યાનો પ્રસ્તુત થયા જેનો લાભ લીધો. આ ઉપરાંત રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રતિ વર્ષે આપવામાં આવતા રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિ એવોર્ડમાં પ્રતિ ભાગી થવાનો પણ લાભ મેળવ્યો. સાંપ્રત સમયમાં સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે શ્રી બાબેડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર દ્વારા થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ મહાવિદ્યાલય ખાતે અતિ આધુનિક પુસ્તકાલય, લેંગ્વેજ લેબ તેમજ સાયન્સ લેબની પણ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં કોલેજના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થી મહેતા વિવેક, જોશી અક્ષય, શેલિયા અમૃત અને સોલંકી પિયુષ તેમજ સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જે.આર. તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ થયેલ MoU ને ખરા અર્થમાં સાર્થક કર્યા હતા. આ એક્ટિવિટી દરમ્યાન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. હિતાર્થી અગ્રાવત તેમજ કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલ દ્વારા સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું રહ્યું હતું.