વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા: સપ્તધારા: સામુદાયિક સેવાધારા: ૨૦૨૪-૨૫
06/01/2025
Dharmendrasinhji Arts College, Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત બેસ્ટ ઇન ફ્રોમ વેસ્ટ સ્પર્ધાનો અહેવાલ (2024 – 2025) આજ રોજ તા. 06/01/2025 ને સોમવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ઓડિટોરિયમમાં સવારે ૧૧: ૦૦ કલાકે આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત બેસ્ટ ઇન ફ્રોમ વેસ્ટ વિષય પર એક દિવસય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત હસ્તકળામાં કુશળ એવા રામસિંહ શેખાવત અને બળભદ્રસિંહ જેવા કૌશલ્યવાન કલાકારોને બોલાવી કાગળમાંથી ફૂલો બનાવવા, ચિત્રો બનાવવા તેમજ આ કાર્યક્રમમાં અતિથિઓના સ્વાગત માટે પૂષ્પો અને પૂષ્પદાની વગેરે વસ્તુઓ બનાવવાની તાલીમ વિધ્યાર્થીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે કોલેજના અધ્યાપકો ડૉ. જગત તેરૈયા, ડૉ. ભાવેશ કાછડિયા, ડૉ. ધર્મેશ પરમાર, ડૉ, નીરવ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય અને ડૉ.કે.એસ.વાડોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એમ.એચ.રવિયા અને ડૉ.એચ.બી.ગુજરિયા તથા સ્ટાફમિત્રોની સહાયથી સંપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ.