વકતૃત્વ સ્પર્ધા
01/02/2025
L.D. Arts College,Amdavad
તારીખ 30 જાન્યુઆરી 2025 ના રોજ શ્રી એલ.ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ ખાતે શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ વક્તૃત્વ સ્પર્ધા તથા ગીતા શ્લોકગાન સ્પર્ધા નું આયોજન; 'ગીતા જયંતી' ના સંદર્ભમાં કરવામાં આવેલ હતું. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના સેમેસ્ટર 6 ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થી કાલરીયા આદિત્ય મેહુલભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે. જેઓને સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ .હંસા ગુજરીયાએ માર્ગદર્શન આપ્યું હતું તથા વિભાગના અન્ય અધ્યાપકો ડૉ. જગત તેરૈયા તથા વિભાગાધ્યક્ષ ડૉ.હિતાર્થી અગ્રાવત દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.