સેતુ: જાગૃતિ ઝુંબેશ
15/01/2025
Dhaemendrasinhji Arts College- Rajkot
મહિલા અને બાળ વિકાસ વિભાગની વડી કચેરીના જેન્ડર રિસોર્સ સેન્ટર ગાંધીનગર અને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટનાં સંકલન નીચે ધર્મેન્દ્રસિંહજી વિનયન કૉલેજ ખાતે “જેન્ડર ઇકવલિટી” વિષય સાથે ત્રણ દિવસીય જાગૃતિ ઝુંબેશનું આયોજન કરેલ. તા. ૨૭/૦૧/૨૦૨૫ નાં રોજ વિદ્યાર્થીઓ તથા ડૉ. રવિ ડેકાણીના ખાસ પ્રયાસ દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી. સાથે જ ડૉ. હંસા ગુજરીયા દ્વારા ‘મહિલા સશક્તિકરણ’ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવેલ સાથે જ ડૉ. માલતિ પાંડે દ્વારા ‘ સાહિત્યમાં નારીચેતના’ વિષે સમજૂતી આપવામાં આવી. જેમાં વૈદિકયુગથી માંડી અર્વાચીન સમયકાળમાં મહિલાના સ્થાન સંબોધી વાત કરવામાં આવી. તા. ૨૮/૦૧/૨૦૨૫ નાં રોજ વિદ્યાર્થીઓ દ્વારા બેનર અને સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી. સાથે જ વિદ્યાર્થીઓ અને અધ્યાપક દ્વારા ડૉર ટુ ડૉર મુલાકાત લેવામાં આવી અને યુવાનો, મહિલાઓ અને ભાઈઓને સેતુ અને જાતિગત સમાનતા વિષે ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવી. તા. ૨૯/૦૧/૨૦૨૫ નાં રોજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામીણ મહિલા સમક્ષ “જેન્ડર ઇકવલિટી” વિષયને કેન્દ્રમાં રાખી અધ્યાપક દ્વારા જુદા જુદા મુદ્દાઓ ઉપર ડૉ. હેમલ વ્યાસ, ડૉ. હિતાર્થી અગ્રાવત, ડૉ. જાગૃતિ વ્યાસ, ડૉ. ક્રિષ્ના ડૈયા, ડો. હર્ષિદા પંડયા, ડૉ. રાજેશ્રી વાજા તથા અન્ય અધ્યાપક દ્વારા વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્રણેય દિવસે સેતુ વિષે ડૉ. મહેશ્વરી રવિયા દ્વારા પરિચય આપવામાં આવ્યો અને સંચાલન ડૉ. હંસા ગુજરીયા દ્વારા કરવામાં આવ્યું. આચાર્ય ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન સેતુ ટીમના સભ્ય ડૉ. મહેશ્વરી રવિયા અને સહ સભ્ય ડૉ. હંસા ગુજરીયા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માટે ડૉ. જયેશ વાલાણીના ખાસ પ્રયાસો રહ્યા કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા સમગ્ર કૉલેજ પરિવારના સહકારી પ્રયસે સફળ બનાવવાનો પ્રયાસ થયો.