Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

SETU SEMINAR on GENDER EQUALITY

15/01/2025
Dharmendrasinhji Arts College

મહિલા અને બાળ વિકાસ વિભાગની વડી કચેરીના જેન્ડર રિસોર્સ સેન્ટર ગાંધીનગર અને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટનાં સંકલન નીચે ધર્મેન્દ્રસિંહજી વિનયન કૉલેજ ખાતે “જેન્ડર ઇકવલિટી” વિષય સાથે એક દિવસીય સેમિનારનું આયોજન કરેલ. આચાર્ય ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન સેતુ ટીમના સભ્ય ડૉ. મહેશ્વરી રવિયા અને સહ સભ્ય ડૉ. હંસા ગુજરીયા દ્વારા કરવામાં આવ્યું. પ્રાસ્તાવિક ઉદબોધન અને વિષય નિષ્ણાંતનું સ્વાગત ડૉ. હેમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. સેતુ વિષેનો પ્રથમિક પરિચય ડૉ. મહેશ્વરી રવિયાએ આપ્યો. સેમિનારમાં જેન્ડર ઇકવલિટી સાથે જોડાયેલ જુદા જુદા મુદાઓ સાથે ૪૩ જેટલા સંશોધન પેપરની રજૂઆત વિષય નિષ્ણાત ડૉ. ગૌરાંગ જાની અને વરિષ્ઠ અધ્યાપકશ્રી સમક્ષ કરવામાં આવી. ડૉ. ગૌરાંગ જાની દ્વારા અનેક સંદર્ભ થકી જાતિગત સમાનતા નથી અને કેવા પ્રયશો થકી સમાનતા લાવી શકે જેની વિશેષ માહિતી આપવામાં આવી. પ્રશ્નોતરી થકી સેમિનારને પૂર્ણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભરવિધિ ડૉ. હંસા ગુજરીયા દ્રારા કરવામાં આવ્યું. કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા સમગ્ર કૉલેજ પરિવારના સહકારી પ્રયાસે સફળ બનાવવાનો પ્રયાસ થયો.