Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Field Trip of Sanskrit Department and Innovation Club

09/01/2025
Aerostar - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટના આચાર્યશ્રી ડો. પરેશ રાવલનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ તેમજ ઇનોવેશન ક્લબનાં વિદ્યાર્થીની શૈક્ષણિક કારકીર્દિ ઉજ્જવળ બને તેવા હેતુથી એક દિવસીય ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટની પ્રખ્યાત તેમજ હવાઈ જહાજ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપતી સંસ્થા Aerostar દ્વારા વિદ્યાર્થીઓને પોતાના ટ્રેનિંગ સેન્ટરની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. રાજકોટ સ્થિત આ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લગભગ 75 વિદ્યાર્થીઓ અને 6 ફેકલ્ટીઓ દ્વારા લેવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન કંપની દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર તેમજ આવા ગમનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. હવાઈ જહાજ ક્ષેત્રે વધી રહેલી કારકિર્દીની સંભાવનાઓ માટે જરૂરી આર્થિક સહાય તેમ જ તાલીમ અંગેની સંપૂર્ણ માહિતી આ કંપની દ્વારા યોગ્ય રીતે પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમનું વ્યવસ્થાપન કેરિયર કાઉન્સેલીંગ અને ઈનોવેશન ક્લબના કોર્ડીનેટર તેમજ સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કેરિયર કાઉન્સેલીંગ ઈનોવેશન ક્લબના મેમ્બર્સ ડો. ભાવેશ કાછડીયા, ડો. ધર્મેશ પરમાr, ડો. નીરવ ઠાકર, તેમજ ડો. હર્ષિદા જગોડદિયા, ડો. કલ્યાણી રાવલ અને ડો. તૃપ્તિ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.