સંસ્કૃત વિભાગ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ - ૨૦૨૫ ની ઉજવણી
11/01/2025
Auditorium, Dh. College -Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટ કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના ચંદ્રમોહન સ્વામીજી દ્વારા યુવાનોને પ્રેરણાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામકૃષ્ણ આશ્રમ દ્વારા "સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારો" નામની પુસ્તિકાનું વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કૃત વિભાગ તેમજ તત્વજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. જગત તેરૈયા દ્વારા કાર્યક્રમનું સંચાલન તેમજ તત્વજ્ઞાન વિભાગના અધ્યાપક ડો. ભાવેશ કાછડીયા દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 120 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર કૉલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમની સફળતા બદલ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. હિતાર્થી અગ્રાવત દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.