MOU UNDER CAREER COUNSELING with C.K.K.CHERITABLE TRUST - BANASKATHA
24/12/2024
Principal Office, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટનાં આચાર્યશ્રી ડો. પરેશ રાવલનાં માર્ગદર્શન હેઠળ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટ તેમજ સી.કે.કે.ભેરાડુ ચેરીટેબલ ટ્રસ્ટ - બનાસકાંઠા વચ્ચે તા. 24/12/2024 થી શૈક્ષણિક આદાન-પ્રદાન અંગે MOU કરવામાં આવ્યા, જે અંતર્ગત ભેરાડુ ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આ કોલેજના તમામ વિદ્યાર્થીઓને UPSC - GPSC તેમજ ક્લાસ 1/2/3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના લાયકાત ધરાવતા નિષ્ણાતો દ્વારા તદ્દન નિઃશુલ્ક પણે વર્ગો કરાવવામાં આવશે તેમજ વર્ગખંડ જેવી ભૌતિક સામગ્રી ધર્મેન્દ્રસિંહ કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ વર્ગો કોલેજ પરિસરમાં જ ચાલશે. આ તકે સી.કે.કે. ભેરાડુ ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠાનાં કો - ઓર્ડીનેટર શ્રી કુલદીપ તેરૈયા અને નક્ષત્ર એકેડમી તથા કોલેજના ભૂ.પૂ. વિદ્યાર્થી શ્રી તુષાર ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડો.હેમલ વ્યાસ, ડો. જીગ્નેશ ઉપાધ્યાય તેમજ કૉલેજના કેરિયર કાઉન્સેલિંગ કો-ઓર્ડીનેટર ડો. જગત તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા.