સંસ્કૃત વૃંદગાન સ્પર્ધામાં વિજેતા, સંસ્કૃત વિભાગ
11/01/2025
પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ
તારીખ 11 જાન્યુઆરી 2025 ના સાંજે ચાર વાગ્યાથી પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ દ્વારા આયોજિત રાજકોટ શહેર કક્ષાના કંઠસ્થ સંસ્કૃત વૃંદગાન સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં સંસ્કૃત વિભાગના સેમેસ્ટર 1,4, 6 ના કુલ 6 વિદ્યાર્થીઓ, અંગ્રેજી વિભાગના સેમેસ્ટર 1 ના એક વિદ્યાર્થીએ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. સંસ્કૃત વિભાગના સેમેસ્ટર -4 ના એક વિદ્યાર્થી અને યુનિવર્સિટી સંસ્કૃત ભવનના એક વિદ્યાર્થીએ વાદ્ય સહાયક તરીકે સેવા આપેલ હતી. સ્પર્ધામાં ભાગ લેવા તેમજ વિજયી થવા બદલ કોલેજના આચાર્ય શ્રી ડો. પરેશ રાવલ દ્વારા સંસ્કૃત વિભાગના વિદ્યાર્થિઓ અને અધ્યાપકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું સંયોજન, વ્યવસ્થાપન અને વિદ્યાર્થિઓને માર્ગદર્શન સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.હંસાબેન ગુજરીયા દ્વારા પુરું પાડવામાં આપેલ હતુ.