।। सौराष्ट्र प्रान्तीय संस्कृत सम्मेलनम् - मोरबी।। २८-२९ दिसम्बर २०२४
29/12/2024
श्री ओम्- शान्ति विद्या संकुलम् - मोरबी
તા. 28 અને 29 ડિસેમ્બર 2024 દરમ્યાન મોરબી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સહયોગ થી સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાન્તનું દ્વિતીય ત્રિવાર્ષિક સંમેલન યોજાયું જેમાં સંસ્કૃત જગતથી અવગત થવાના અને પ્રત્યક્ષ ગ્યાન પ્રાપ્તિના ઉદાત્ત હેતુથી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ, સંસ્કૃત વિભાગના મુખ્ય સંસ્કૃત વિષયના વિદ્યાર્થિઓ અને અધ્યાપકોએ ભાગ લીધો. આ સંમેલનમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ શ્રી પ્રો. સુકાંતકુમાર સેનાપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ના કુલપતિ પ્રો.ડો. ચેતન ત્રિવેદી, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટના સાંસદ શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા, મોરબી જીલ્લા કલેકટર શ્રી કે. બી. ઝવેરી સાહેબ સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય મહામંત્રી શ્રી સત્ય નારાયણ ભટ્ટ, ઈસરો ના પૂર્વ વૈજ્ઞાનિક શ્રી જે.જે. રાવલ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ આ બે દિવસ દરમ્યાન સંસ્કૃત પ્રદર્શિની, વિજ્ઞાન પ્રદર્શિની, હસ્ત લિખીત ગ્રંથ પ્રદર્શિની, ડિઝિટલ સ્ટોલ શાસ્ત્ર પ્રદર્શિની, સંસ્કૃત ગૌરવ પરીક્ષા અને પત્રાચાર પરીક્ષા પ્રદર્શિની વગેરે પ્રકલ્પોથી અવગત થયા હતા. સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. જગત તેરૈયા અને ડો. હંસા ગુજરીયા આ તકે વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.