Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન

11/12/2024
Auditorium Hall

આજ રોજ તા..11 /12/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે પ્રિન્સિપાલશ્રી ડૉ. પરેશ રાવલ સરના માર્ગદર્શન હેઠળ તત્વજ્ઞાન વિભાગ તથા સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણીનું આયોજન થયું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ અને તમામ સ્ટાફ મિત્રોએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના ૧૨ માં અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના તત્વજ્ઞાન વિભાગના વરિષ્ઠ નિવૃત પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. એસ.એસ. શર્મા દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું જે વક્તવ્યનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું - ‘મહાભારત અને ભગવદગીતા’ . આ તકે કોલેજના સીનીયર પ્રાધ્યાપાક ડૉ. હેમલાબેન વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. ભગવદ્ગીતાની વર્તમાન સમયમાં પ્રાસંગિકતા વિષય ઉપર આયોજિત નિબંધ લેખન સ્પર્ધાના પ્રમાણપત્રોનું વિતરણ મુખ્ય અતિથિશ્રી ડૉ એસ.એસ.શર્મા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ કાછડિયા દ્વારા ડૉ.શર્મા સાહેબનો પરિચય આપવામાં આવ્યો તેમજ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.હિતાર્થી અગ્રાવત દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. ડૉ.તૃપ્તિ ગજેરા દ્વારા મીડિયા વ્યવસ્થાપન અને સંસ્કૃત વિભાગના પ્રા.ડૉ. જગત તેરૈયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.