श्रीमद् भगवद्गीता जयन्ती उत्सव - २०२४
11/12/2024
Auditorium, Dh. College -Rajkot
તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ-રાજકોટ ખાતે પ્રિન્સિપાલ શ્રી ડૉ. પરેશ રાવલ નાં માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગ તથા તત્ત્વજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભગવદ ગીતા જયંતી ઉજવણી કાર્યક્રમનુ આયોજન થયું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ અને તમામ સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના 12 મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનવર્સિટીના તત્વજ્ઞાન વિભાગના વરીષ્ઠ પ્રોફેસર અને અધ્યક્ષ ડો. એસ.એસ. શર્મા દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું જે વક્તવ્યનું કેન્દ્રબિંદુ હતું, "મહાભારત અને ભગવદ્દ ગીતા" આ તકે કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. હેમલબહેન વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ભગવદ્ ગીતા ઉપર આયોજિત નિબંધ લેખન સ્પર્ધાનાં પ્રમાણપત્રોનું વિતરણ મુખ્ય અતિથિ શ્રી ડો. શર્મા સાહેબનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તત્વજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ ડો. ભાવેશ કાછડીયા દ્વારા ડો. શર્મા સાહેબનો પરિચય અપાયો તેમજ સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષ ડો. હિતાર્થી અગ્રાવત દ્વારા આભાર વિધી કરવામાં આવેલ. ડો. તૃપ્તિ ગજેરા દ્વારા મીડિયા વ્યવસ્થાપન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના પ્રા. ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. 110 થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.