ડો. બી. આર. આંબેડકર, મહાનિર્વાણ દિન
06/12/2024
Auditorium, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે તા. 06/12/2024 ના રોજ ઇતિહાસ વિભાગ દ્વારા ડો. બી. આર. આંબેડકર મહાનિર્વાણ દિને તમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું ત્યારબાદ ડો. જે. એસ. ઉપાધ્યાય દ્વારા બાબા સાહેબના બંધારણમાં યોગદાન વિશે પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. અને આચાર્યશ્રી ડો. પરેશ રાવલે દ્વારા ડો. બી. આર. આંબેડકરના મહાનિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલિ રૂપે તેમની કામગીરીને યાદ કરી હતી. ત્યારબાદ T.Y.B.A.ના વિધાર્થીઓએ કોલેજને ડો. બી. આર. આંબેડકરનો ફોટોગ્રાફ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો આચાર્યશ્રી દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો અને તેમને તે ફોટોગ્રાફ્સને તેમની ઓફીસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન કોલેજના ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડો. ડી. આર. પરમાર દ્વારા કરવામાં આવ્યું. અને કાર્યક્રમના અંતે T.Y.B.A.ના વિધાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ વિધાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.