સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2024-25
07/12/2024
Room No. 17-18, Department of Sanskrit
આજરોજ તારીખ 07/12/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ - રાજકોટ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2024-25 નું આયોજન થયું, જે અંતર્ગત સેમ -1,3,5 ના કુલ 112 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાંથી પ્રવેશિકા પરીક્ષા માટે 64, પ્રદીપિકા પરીક્ષા માટે 35 પ્રમોદિકા પરીક્ષા માટે 08 અને પ્રવાહિકા પરીક્ષા માટે 05 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 112 માંથી 30 વિદ્યાર્થીઓ અનુપસ્થિત રહ્યા હતા અને 82 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફિલોસોફી વિભાગના પ્રાધ્યાપિકા ડો. તૃપ્તિ ગજેરા તેમજ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. હિતાર્થી અગ્રાવતે પરીક્ષામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો. ધર્મેશ પરમાર અને સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક ડો. નીરવ ઠાકરે વહીવટી કામગીરીમાં પોતાની સેવા આપી હતી. સમગ્ર પરીક્ષાનું સંચાલન સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક અને કોલેજના સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્ર સંચાલક શ્રી ડો. જે. આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.