શિક્ષક દિવસની ઉજવણીનું – 2024/25 આયોજન
05/09/2024
Room No 14 Dharmendrasinhji Arts College-Rajkot
ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ રાજકોટનાં તત્ત્વજ્ઞાન વિભાગમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને સમકાલિન ભારતીય દાર્શનિક ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ જયંતિ નિમિતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેમ 1,3,અને 5 નાં તત્ત્વજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલો હતો.આજના દિવસે પ્રાધ્યાપકો પણ વિધાર્થી બનીને વર્ગખંડમાં શિક્ષણ લેવા માટે હાજર રહ્યા હતા. જેમાં ડો. ભાવેશ બી. કાછડિયા એ આજના દિવસની મહત્તા દર્શાવી હતી. આજના દિવસે જાદવ કીર્તિ, પરમાર ચિરાગ તથા બાવણીયા કરણ વગેરે એ ભાગ લીધો હતો.