સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડૉ. જે.આર. તેરૈયાનું વ્યાખ્યાન યોજાયું.
09/10/2024
Smt. J.J. Kundalya Graduate Teachers College -Rajkot
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે. જે. કુંડલીયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ - રાજકોટ ખાતે "પંચામૃત વ્યાખ્યાન માળા"નું આયોજન થયેલ છે, જેમાં વિવિધ વિષયના નિષ્ણાતો પાંચ દિવસ સુધી પોતપોતાના વિષયને અનુરૂપ વિભિન્ન મુદ્દાઓ ઉપર પોતાના વ્યાખ્યાનો આપી એક ઉમદા શૈક્ષણિક કાર્ય કરી રહેલ છે, જે અંતર્ગત આજ રોજ તા. 09/10/2024 નાં અત્રેની કોલેજના સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાએ "લુપ્ત થતી ભાષાઓને જીવંત રાખવામાં શિક્ષકની ભૂમિકા" વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કુંડલિયા કોલેજના 100 તાલીમાર્થીઓ અને 7 અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. તા. 09/10/2024 નાં દિવસના કાર્યક્રમનું વ્યવસ્થાપન કોલેજના સંસ્કૃત મેથડનાં પ્રાધ્યાપિકા જિજ્ઞાસા બહેન દ્વારા કરવામાં આવ્યું તેમજ કુંડલીયા કોલેજના આચાર્ય શ્રી અજિતાબેન ખાસ સંપૂર્ણ વ્યાખ્યાન દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાનના અંતે તાલીમાર્થીઓએ લુપ્ત થતી ભાષાઓની જાળવણી માટે શિક્ષક કેવી કેવી ઉમદા ભૂમિકા નિભાવી શકે છે તે માટે જાગૃત થઈ માતૃભાષા અને સંસ્કૃત ભાષાના પ્રસાર અને પ્રચાર માટે સંકલ્પ કર્યા, વિભિન્ન સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ આભાર વિધિ સાથે કાર્યક્રમ ઉત્સાહભેર સમ્પન્ન થયો.