સેમેસ્ટર-5 અને સેમેસ્ટર-3 આંતરિક મૂલ્યાંકન કસોટી વર્ષ-2024-25 અર્થશાસ્ત્ર વિભાગ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ
03/09/2024
Room No.-34 and 35
નવી શિક્ષણ નીતિ તથા CBCS અનુસાર આંતરિક મૂલ્યાંકન કસોટી દ્વારા વિદ્યાર્થીના લેખન અને વાંચનની પ્રવૃત્તિને વેગ મળે , પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાની પરીક્ષામાં સારો દેખાવ કરીને ઉત્તમ પરિણામ મેળવી શકે તેમ જ શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા શૈક્ષણિક અને ઉમદા હેતુથી તારીખ: ૦૩/૦૯/૨૦૨૪ થી તારીખ: ૦૬/૦૯/૨૦૨૪ દરમિયાન સેમેસ્ટર -5 અને તારીખ: ૨૩/૦૯/૨૦૨૪ થી તારીખ: ૨૭/૦૯/૨૦૨૪ દરમિયાન સેમેસ્ટર -3 ના વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન કસોટીનું આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આંતરિક મૂલ્યાંકન કસોટીનું સુપરવિઝન, પરીક્ષાના પેપરની ચકાસણી તેમજ તેનું પરિણામ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. હર્ષિદાબેન જગોદડીયા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.રાજેશ્રીબેન વાઝા દ્વારા તૈયાર કરવામાં આવેલ.