Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Financial Literacy

24/09/2024
Auditorium Dh College

તારીખ -17/9/2024 ને મંગળવારના રોજ સવારે 11 થી 12:30 ના સમય દરમિયાન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.હર્ષિદાબેન જગોદડિયા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.રાજેશ્રીબેન વાઝા દ્વારા કોલેજના ઓડિટોરિયમમાં Financial Literacy પર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે SEBI સ્માર્ટ ટ્રેનર ડૉ.અપૂર્ણા પુરાણિક અને વૈભવ પુરાણિકને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.જાગૃતિબેન વ્યાસ દ્વારા ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના દ્વારા કરીને સમગ્ર વાતાવરણને જ્ઞાનમય બનાવી દીધું હતું. સમગ્ર સેમિનારનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના મદદનીશ અધ્યાપક અને કાર્યક્રમના કો કોઓર્ડીનેટર ડો.રાજેશ્રીબેન વાઝા દ્વારા કરવામાં આવ્યું. કોલેજના આચાર્યશ્રી ડો.હેમલબેન વ્યાસના પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને કાર્યક્રમના કોઓર્ડીનેટર ડો.હર્ષિદાબેન જગોદડિયા દ્વારા વિદ્યાર્થીઓનું અભિવાદન અને વક્તાઓનું શાબ્દિક સ્વાગત તેમજ સેમીનાર વિષય સંદર્ભે સમગ્ર આયોજન અને તેની રૂપરેખાની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ડૉ.અપૂર્ણા પુરાણિક દ્વારા How to manage money અને નાણાંની સલામતી, રોકાણ, વળતર તેમના માધ્યમો, સ્ત્રોતો, કાર્ય પદ્ધતિ વિશે સામાન્ય રૂપરેખા PPT પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવેલ. સમગ્ર સેમીનારમાં કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને જિજ્ઞાસા વૃતિ દાખવીને ભાગ લીધો. સેમિનારના અંતે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન અંગ્રેજી વિભાગના મદદનીશ અધ્યાપક ડો.કલ્યાણીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું. અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.હર્ષિદાબેન જગોદડિયા અને ડો.રાજેશ્રીબેન બી વાઝા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું