"Vison for Vikasit Bharat" National Research Paper Writing Competition brosher Innogation.
24/07/2024
Dh. College, Room No. 18, Department of Sanskrit
આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા ભારતીય શિક્ષણ મંડળ યુવા આયામના સહયોગથી "વિઝન ફોર વિકસિત ભારત" થીમ ઉપર આયોજિત રાષ્ટ્રીય સ્તરીય રિસર્ચ પેપર રાઇટીંગ કોમ્પિટિશનના બ્રોશરનું અનાવરણ કરવામાં આવ્યું. ભારતીય શિક્ષણ મંડળના પૂર્ણકાલીન કાર્યકર્તા શ્રી રાજકુમારજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિદ્યાર્થિઓને વધુમાં વધુ આ પ્રતિયોગિતામાં જોડાવા માટે આવાહન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના વિભિન્ન વિષયોના 21 વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો. હિતાર્થીબેન અગ્રાવત દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્બોધિત કરવામાં આવ્યા ત્યાર બાદ તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ કાછડીયા દ્વારા પણ રિસર્ચ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી ડો. હેમલબેન વ્યાસની પ્રેરક ઉપસ્થિતિ રહી તેમજ વિદ્યાર્થિઓનું પ્રેરક ઉદ્બોધન દ્વારા ઉત્સાહ વર્ધન કરવામાં આવ્યું. આ ઉપરાંત કોલેજના અઘ્યાપકો ડો.નેહલબેન જાની, ડો. રવિ ડેકાણી, ડો. ધર્મેશ પરમાર, ડો. તૃપ્તિ ગજેરા, ડો. હંસા ગુજરીયા, ડો. કલ્યાણી રાવલ વગેરે સૌ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાત્મક ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.