Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

નાટયધારા અંતર્ગત હેમુ ગઢવી રંગમંચમાં નાટય નિદર્શન

09/07/2024
હેમુ ગઢવી હોલ - રાજકોટ

9 જુલાઈ , મંગળવાર રાત્રે 8.30 વાગ્યે વાગ્યે હેમુ ગઢવી હૉલ, રાજકોટ ખાતે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત , સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત "યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ પાડાની પોળ* નાટકનું મંચન થયું, જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટનાં આચાર્યશ્રી ડો. હેમલબેન વ્યાસની મંજૂરી સાથે વિદ્યાર્થીઓએ હેમુ ગઢવી હોલ ખાતે હાજર રહી આધુનિક ગુજરાતી નાટક જોવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. આ પ્રસંગે કૉલેજનાં સપ્તધારાનાં કૉ - ઓર્ડીનેટર ડો. મહેશ્વરી રવિયા, સહ કો-ઓર્ડીનેટર ડો. હંસા ગુજરિયા, ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડો. નેહલ જાની, અર્થશાસ્ત્ર વિષયનાં અધ્યાપિકા ડો. રાજેશ્રી વાઝા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ વ્યવસ્થાપન નાટ્યધારાના કૉ - ઓર્ડીનેટર ડો. જગત તેરૈયા અને સહ કો-ઓર્ડીનેટર ડો. કલ્યાણી રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ શૈક્ષણિક વર્ષ 2024-25ની શરૂઆતમાં જ નાટ્યધારા અંતર્ગત એક ઉત્તમ નાટક વિદ્યાર્થીઓને દર્શાવી પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવ્યું હતું.