માતૃભાષા દિવસ અહેવાલ (2023-2024)
21/02/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.21/02/2024ને બુધવારના રોજ બપોરે 12:00 વાગ્યે ઓડીટોરિયમમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે સમૂહપ્રાર્થના કરવામાં આવી હતી. બાદમાં દ્વિતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી ગોહિલ વિજય એચ. દ્વારા માતૃભાષાનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. ત્યારબાદ દ્વિતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી ભટ્ટ રાહુલ એ. દ્વારા માતૃભાષાનું મહત્વ વિષય પર વાત કરવામાં આવી હતી. બાદમાં પ્રથમ વર્ષ બી.એ.ના વિદ્યાર્થી દાવડા કુલદીપ આર. દ્વારા માતૃભાષા વિષયક સપાખરું રજૂ કરાયું હતું. દ્વિતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થિની યાદવ પ્રિયંકા આર.એ કવિતા રજૂ કરી હતી. બાદમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી ભટ્ટી મોહિત ડી.એ ગુજરાતી ભાષાના વિકાસની યાત્રા રજૂ કરી હતી. ત્યારબાદ દ્વિતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી ગઢવી આર્યન વી. દ્વારા ‘મળી માતૃભાષા મને ગુજરાતી...’ ગીત ગાઈને રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે હાજર રહેલ ગુજરાતીના વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પ્રસંગોચિત્ત વાત કરી હતી. સમાજશાસ્ત્રના વિભાગાધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન, ભૂગોળના વિભાગાધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજ તથા સંસ્કૃતના વિભાગાધ્યક્ષ ડૉ.એચ.જી.અગ્રાવતે પણ પોતાના વિચારો વ્યક્ત કાર્ય હતા. કાર્યક્રમની આભારવિધિ ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ.આર.આર.ડેકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે દરેક વિભાગાધ્યક્ષ તથા અધ્યાપકશ્રીઓએ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાનીએ ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સુચના તથા માર્ગદર્શન તળે, સર્વે સ્ટાફમિત્રોની સહાયથી પાર પાડેલ