Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

રંગ, કલા કૌશલ્યધારા દ્વારા યોજાયેલ ‘વિકસિત ભારત’ ચિત્ર સ્પર્ધાનો અહેવાલ (2023-2024)

10/02/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યધારા દ્વારા ‘વિકસિત ભારત’ સંદર્ભે તા.10/02/2024ને શનિવારના રોજ બપોરે 10:00 થી 12:00 દરમિયાન રૂમ નં.-14માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ ચિત્ર સ્પર્ધામાં આશરે તેર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે ખાંડેકા આરતી પ્રવીણભાઈ (સેમ-4), દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થી ઝાલા અપેક્ષાબા પ્રદ્યુમનસિંહ (સેમ-2), અને મેર ધારા જીવાભાઈ(સેમ-2), તથા તૃતીય ક્રમે પણ બે વિદ્યાર્થી કેસુર નઝરાના કાસમભાઈ (સેમ-2), તેમજ ઝાપડિયા કિરણ જયંતીભાઈ (સેમ-2)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.એચ.એમ. વ્યાસ, ડૉ.જે.જે.વ્યાસ, તેમજ ડૉ.એચ.બી.ગુજરીયાએ સેવા બજાવેલ. રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષ ડૉ.આર.બી.વાઝા તથા ડૉ.ટી.એમ.ગજેરાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી આ સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એચ.એમ. વ્યાસની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.આર.બી.વાઝા તથા ડૉ.ટી.એમ.ગજેરાએ કરેલ.