Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Celebrating National Sports Day

29/08/2023
Dharmendrasinhji Arts College

"શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં અભિવૃદ્ધિ થાય તે હેતુથી શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો થતા હોય છે. અભ્યાસક્રમમાં પણ આ હેતુઓને સમાવવામાં આવે છે. ભારતમાં 29 મી ઓગસ્ટનાં દિવસને રાષ્ટ્રીય રમત-ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહાન હોકી પ્લેયર મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ છે. જે અન્વયે ભારતમાં આ દિવસને રાષ્ટ્રીય રમત-ગમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ માટે - શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ આયોજન અત્રેની કોલેજના NSS UNIT દવારા રમત -ગમત દિવસની ઉજવણી 29 મી ઓગસ્ટ નાં રોજ કરવામાં આવી હતી. ઉપરોક્ત રમત-ગમત દિવસની ઉજવણીના ભાગરૂપ સવારના ૧૦ કલાકથી કાર્યક્રમની ઉજવણી ની શરૂઆત વોલીબોલની સ્પર્ધાથી કરવામાં આવી હતી. આ વોલીબોલની રમતમાં ભાઈઓની બે ટીમોએ ભાગ લીધો હતો. જેમાં રોમાંચક મેચ યોજાઇ હતી. કાર્યક્રમના નિર્ણાયક તરીકે કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડોક્ટર શ્વેતાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સવારના 10:00 વાગ્યાથી શરૂ થઈ 11:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. ત્યારબાદ થોડો વિરામ લઇ તમામ તમામ સ્વયંસેવકો અને નિર્ણાયકો કબડ્ડીના મેદાનમાં ઉપસ્થિત થયા હતા. કબડ્ડીના મેદાનમાં બપોરના 12 વાગ્યે ભાઈઓની પ્રથમ કબડીની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમત ઘણી રોમાંચક રહી હતી. આ રમત દરમિયાન વિદ્યાર્થીઓ સ્વયંસેવકોમાં/રમતવીરોમાં ખેલ-દિલી જોવા મળી હતી. રમત પૂર્ણ થયા બાદ બપોરના બે વાગ્યાની આસપાસ પુનઃ તમામ લોકો કબડીના એ જ ગ્રાઉન્ડ પર એકત્ર થયા હતા. ત્યારબાદ અહીં આગળ હવે બહેનોની કબડીની સ્પર્ધા યોજાઈ હતી. એન એસ એસના બહેનોની કબડ્ડી રમત લગભગ પ્રથમ વાર યોજાઈ રહી હતી. આ સ્પર્ધામાં બહેનો તરફથી ઘણોજ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે નિર્ણાયક એ વિજેતા ટીમોની ઘોષણા કરી કરી હતી. આ કાર્યક્રમથી તમામ સ્વયંસેવકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. તેમ જ તેમના તરફથી વારંવાર એવી રજૂઆત થઈ હતી કે, ફરીવાર આ જ પ્રકારના રમતોને લગતા કાર્યક્રમો પુનઃ આયોજિત કરવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ. આમ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. કાર્યક્રમનું તમામ તમામ આયોજન અત્રેના એનએસએસ વિભાગ તરફથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડોક્ટર એ. એસ. રાઠોડ સરનું સતત માર્ગદર્શન સાંપડ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતા.